[valsad] - આદિજાતિ મંત્રી દ્વારા સરોંડામાં પ્રા.શાળાના વર્ગખંડોનું લોકાર્પણ

  |   Valsadnews

વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત ઉમરગામ તાલુકાના સરોંડા-તરીજપાડા પ્રાથમિક શાળા ખાતે નવા બનાવાયેલા વર્ગખંડોનું લોકાર્પણ વન અને આદિજાતિ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બાળકોને અદ્યતન ભૌતિક સુવિધા મળી રહે તે માટે રાજ્યણ સરકારના પ્રસાયો રહ્યા છે. જેના ભાગરૂપે આ શાળા માટે નવા વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ મેળવતા બાળકોના આરોગ્યાની ચિંતા કરી દર વર્ષે શાળા આરોગ્યણ તપાસણી કાર્યક્રમ થકી આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. શાળા પ્રવેશોત્સતવના આયોજન થકી રાજ્યરના દરેક બાળકો શાળાએ આવતા થતાં ડ્રોપ આઉટ રેશિયો ર ટકા સુધી પહોંચ્યો છે.

આ અવસરે શાળાના આચાર્યા નીતાબેન ભંડારી, સરપંચ નરોત્તમભાઇ પટેલ, નારગોલ સ્વાસમીનારાયણ મંદિરના કોઠારી સ્વાથમી, જિલ્લા પંચાયત સભ્યસ ભરતભાઇ આઠવલે, અગ્રણી મુકેશભાઇ પટેલ, આજુબાજુની શાળાના આચાર્યો, સી.આર.સી., બી.આર.સી શાળા પરિવાર, વાલીઓ, ગ્રામજનો, શાળાના બાળકો હાજર રહ્યા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1e0DOAAA

📲 Get Valsad News on Whatsapp 💬