[valsad] - વલસાડના પશુચિકિત્સકોનો ભરતી મામલે રોષ, 85 ટકા કાપ મૂકાતા વેટરનરી તબીબો ભડક્યા

  |   Valsadnews

રાજ્ય સરકારે પશુચિકિત્સકોની ભરતીમાં આડેધડ 85 ટકાનો ધરખમ ઘટાડો કરી દેતા વલસાડ જિલ્લાના વેટરીનરી તબીબો ભડક્યા છે. તબીબોએ સરકારના આ પગલાં સામે અવાજ ઉઠાવી સરકારે કેલેન્ડરમાં અગાઉ જાહેર કરેલી સંખ્યા મુજબ જ આવેદન મગાવે અને જીપીએસસી આયોગને સમયસર તેની જાણ કરે તેવી દાદ માગી છે.આ મામલો કલેકટર સમક્ષ ઉઠાવી રાજ્યપાલ,સીએમ સુધી રાવ કરવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા 2018-19 માટે પશુચિકિત્સા અધિકારી વર્ગ-2ની કુલ જગ્યાની ભરતીમાં મોટો કાપ મૂકાતા વલસાડ જિલ્લાના પશુચિકિત્સકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.ગુજરાતમાં પશુચિકિત્સકોની 1151 એટલે કે 43 ટકા જગ્યા ખાલી છે.જીપીએસસીએ 22 મે 2018ના રોજ બહાર પાડેલી ભરતી અને તેના સમયપત્રકની જાહેરાત કાર્યક્રમમાં અનુક્રમ નં.54માં પશુચિકિત્સક અધિકારી વર્ગ-2ની કુલ બેઠક 280 જણાવી હતી.ત્યારબાદ સુધારેલા કાર્યક્રમની જાહેરાત 27 જૂલાઇ 2018ના રોજ પ્રસિધ્ધ કરાઇ હતી.જેમાં 280 જગ્યાનો ઉલ્લેખ હતો.જે પશુપાલન અને પશુચિકિત્સા વિભાગના પરિવારો માટે આનંદની વાત હતી.પરંતુ તેમાં ફેરફાર કરી હવે 85 ટકાનો ઘટાડો કરી દેવાતા પશુચિકિત્સકો રોષે ભરાયા છે. આ નિર્ણય સામે વલસાડ કલેકટરને આવેદન આપી રાજ્યપાલ, સીએમ, કૃષિ અને પશુપાલન વિભાગના મંત્રીને ફરિયાદ કરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/sEL7LAAA

📲 Get Valsad News on Whatsapp 💬