[ahmedabad] - અમદાવાદમાં ખેતલાઆપા ચોકની દુકાનો ન તોડવા અંગેની વેપારીઓની અરજીઓ ગુજરાત હાઇકોર્ટે ફગાવી

  |   Ahmedabadnews

ખાનગી માલિકીની જગ્યામાં હોવા છતાં કોર્પોરેશન તેમની સામે કાર્યવાહી કરી રહ્યું હોવાની કરી હતી રજૂઆત (પ્રતિકાત્મક તસવીર)

અમદાવાદઃ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ સામે આવેલા ખેતલાઆપા ચોક અને આસપાસની દુકાનોને ન તોડી પાડવા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપેલી અરજીના મામલે વેપારીઓની અરજીઓ ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી અને કોર્પોરેશનની કામગીરીમાં હસ્તક્ષેપ કરવા ઈનકાર કરી દીધો છે.

ખાનગી માલિકીની જગ્યામાં હોવા છતાં કોર્પોરેશન તેમની સામે કાર્યવાહી કરી રહ્યું હોવાની કરી હતી રજૂઆત

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ સામે આવેલા ખેતલાઆપા ચોક અને આસપાસની દુકાનોને ન તોડી પાડવા અંગે વેપારીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સરકાર તેમજ કોર્પોરેશન વતી રજૂઆત થઈ હતી. જેમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તેઓ નાના વેપારીઓ છે અને ખાનગી જગ્યામાં તેમણે પોતાના કાચા બાંધકામ કરી અને પોતાનો ધંધો રોજગાર ચલાવી રહ્યા છે. તેઓ કોઈ પણ જાતનું ન્યુસન્સ ઊભું કરતા નથી. ખાનગી માલિકીની જગ્યામાં હોવા છતાં કોર્પોરેશન તેમની સામે કાર્યવાહી કરી રહ્યું છે. જ્યારે કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે, ખેતલાઆપા ચોકના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી અને ટ્રાફિકની તેમજ પાર્કિંગની સમસ્યા છે. અને ખાનગી મિલકતમાં પણ ગેરકાયદેસર રીતે ધંધો થઈ રહ્યો છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/nIlifAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬