[ahmedabad] - અ’વાદમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ઈન્કમટેક્ષના એડિ. કમિશનર સહિત 971 સરકારી કર્મચારીઓને દંડ ફટકાર્યો

  |   Ahmedabadnews

અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ટ્રાફિક અને સફાઈ ઝુંબેશથી શહેરની કાયાપલટ થઈ છે. ત્યારે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસે સરકારી દફ્તરોની બહાર વિવિધ સ્થળો પર ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમાં અલગ- અલગ ડિપાર્ટમેન્ટના સરકારી કર્મચારીઓ ટ્રાફિક નિયમને ભંગ કરતા દેખાયા હતા. અમદાવાદ ટ્રાફિક પોલીસે AMC, ઈન્કમટેક્ષ અને રિઝર્વ બેંક સહિતના 971 સરકારી કર્મચારીઓને મેમો આપી 107300નો દંડ ફટકાર્યો હતો.

ઈન્કમટેક્ષના એડિ. કમિશનરને મેમો

પોલીસે યોજેલી ટ્રાફિક ડ્રાઈવમાં ઈન્કમટેક્ષના એડિશનલ કમિશનર સીટ બેલ્ટ ન પહેરયા હોવાથી તેમને પણ મેમો અપાયો હતો અને દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે રિઝર્વ બેંકની સામે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાની પણ ફરિયાદ નોંધાઈ હતી.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6_unjQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬