[ahmedabad] - ગુજરાતની બેડલોન્સમાં 2000 કરોડની વૃદ્ધિ
એકતરફ દેશની બેન્કો બેડ લોન્સનું પ્રમાણ ઘટાડવા માટે ઝઝૂમી રહી છે. ત્યારે ગુજરાતમાં જૂના પ્રથમ ત્રિમાસિક ગાળાની કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) વધી રૂ. 37342 કરોડ થઇ છે. જે આગલાં વર્ષની રૂ. 35342 કરોડની સરખામણીમાં રૂ. 2000 કરોડનો વધારો દર્શાવે છે. બેન્કો દ્રારા રાજ્યમાં કરાયેલા ધિરાણનું પ્રમાણ 4.77 લાખ કરોડ સામે વધી રૂ. 5.46 લાખ કરોડ થયું છે. એસએલબીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશસિંહ સહિત અન્ય હોદ્દેદારોની બુધવારે મળેલી 158મી બેઠકમાં બેન્કર્સે એવો સૂર વ્યક્ત કર્યો હતો કે, બેન્કો એનપીએના ભારણ હેઠળ છે. જીએસટીના કારણે એમએસએમઇ સેક્ટરની કામગીરીને અસર થઇ છે. તેના કારણે તેમના પેમેન્ટ વિલંબમાં પડી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેન્કોની થાપણો એક ટકા આસપાસ ઘટી રૂ. 6.56 લાખ કરોડ (રૂ. 6.62 લાખ કરોડ) થઇ હોવાનું એસએલબીસી, ગુજરાતના કન્વીનર વિક્રમાદિત્યસિંઘ ખીંચીએ જણાવ્યું હતું.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/r1nr7gAA