[ahmedabad] - મેવાણી સાથે જુગારના અડ્ડે જનતા રેડ પાડવા જતો કમલેશ ધવલ જુગાર રમતા ઝડપાયો

  |   Ahmedabadnews

અમદાવાદ: રાજ્યમાં દારૂ-જુગારની બદી દૂર કરવા માટે અડ્ડાઓ ઉપર જનતા રેડ પાડી રહેલા વડગામ અપક્ષના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે ટોળામાં રેડ પાડવા જતા કમલેશ ધવલને વાડજ પોલીસે જુગાર રમતા પકડ્યો છે. કમલેશ તેના 4 મિત્રો સાથે જૂના વાડજ સોરાબજી કમ્પાઉન્ડ ખાતે જુગાર રમતો હતો. પોલીસે પાંચેયની ધરપકડ કરી રૂ.81,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રોકડા રૂ.47,300 અને 5 મોબાઈલ ફોન મળીને કુલ રૂ.81,300 ની કિંમતનો મુદ્દામાલ કબજે

જૂના વાડજ સોરાબજી કમ્પાઉન્ડ પાસેની તુલસીનગર સોસાયટીના મકાન નંબર -100 માં મંગળવારે રાતે ભેગા થયેલા માણસો મંગળવારે પાના પૈસાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે વાડજ પોલીસે દરોડો પાડ્યો હતો. દરમિયાનમાં મકાનમાંથી જુગાર રમતા જિગર ચક્રવર્તી, જયેશ વાઘેલા, હસમુખ ચૌહાણ, દિલીપ બડઘા અને કમલેશ ધવલ પકડાયા હતા. તેમની પાસેથી પોલીસે રોકડા રૂ.47,300 અને 5 મોબાઈલ ફોન મળીને કુલ રૂ.81,300 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાડજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.પી.પરમારે જણાવ્યું હતંુ કે જિજ્ઞેશ મેવાણી અમદાવાદમાં જ્યાં પણ દારૂ - જુગારના અડ્ડા ઉપર જનતા રેડ કરવા જતો હતો તેની સાથે કમલેશ ધવલ જતો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GCRHYwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬