[ahmedabad] - સેન્સેક્સ 38000-નિફ્ટી 11400 નીચે, રૂપિયો 72 નજીક

  |   Ahmedabadnews

ટ્રેડવોરના ભયે વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક ઘટાડાની ચાલ રહી હતી, ઇન્ટરનેશનલ ક્રૂડમાં તેના કારણે સતત ભાવો વધી રહ્યા હોવાથી અને ઇન્ડિયન કરન્સી તૂટતાં મેક્રોઇકોનોમિક સ્થિતિ ખરડાવાની દહેશતે ભારતીય શેરબજારોમાં પણ કરેકશન સતત છઠ્ઠા દિવસે પણ ઘેરું બન્યું છે. બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 38000 પોઇન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી 37774.42 પોઇન્ટ અને નિફ્ટી 11400 પોઇન્ટની સપાટી તોડી 11393.85 પોઇન્ટ સુધી ગગડ્યા હતા. ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે 71.96 થઇ ગયા બાદ છેલ્લે 71.75 બંધ રહ્યો હતો. જે રૂપિયામાં વધુ 15 પૈસાનો ઘટાડો દર્શાવે છે. ચોતરફ વેચવાલીના પ્રેશર હેઠળ સેન્સેક્સ એક તબક્કે 484 પોઇન્ટ તૂટ્યો હતો. જે છેલ્લે 139.61 પોઇન્ટની નરમાઇ સાથે 38018.31 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 43.35 પોઇન્ટ ઘટી 11476.95 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સની આગેવાની હેઠળ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, એફએમસીજી, સ્મોલકેપ અને મિડકેપ સેગ્મેન્ટમાં કરેકશન ઘેરું બન્યું હતું. જોકે, મેટલ અને હેલ્થકેરમાં સાધારણ સુધારો રહ્યો હતો. રૂપિયામાં ઘટાડાથી માર્જિન વધવાનો આશાવાદ છતાં આજે આઇટી, ટેકનોલોજી, હેલ્થકેર સેગ્મેન્ટમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/eETChgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬