[ahmedabad] - હાર્દિકના આમરણાંત ઉપવાસને પગલે CM રૂપાણીએ પકડી દિલ્હીની વાટ, અમિત શાહનું લેશે માર્ગદર્શન

  |   Ahmedabadnews

ટિકેન્દ્ર રાવલ, અમદાવાદ: અનામત આંદોલન અને ખેડુત દેવા માફીના મુદ્દે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના મુદ્દે આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હી રવાના થયા છે. જ્યાં તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓ સાથે મુલાકાત કરશે. શાહની સલાહ લઈને ઉપવાસ આંદોલન કેમ સમેટવું તેનો રોડ મેપ મેળવશે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાર્દિક પટેલ છેલ્લા 13 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે ત્યારે આ મુદ્દો રાજકીય રીતે વેગવંતો બની રહ્યો છે.બીજી તરફ સરકાર અને પાટીદાર સામાજિક સંસ્થાઓ વચ્ચે આ કોકડું ઉકેલવા માટે મથામણ કરવામાં આવી રહી છે, પરંતુ હાર્દિક પટેલે રાજ્ય સરકારને બે દિવસનું અલ્ટીમેટમ આપી દેતા અને ફરીથી પાણીનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારતા રાજ્ય સરકાર વિટંબણા અનુભવી રહી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Mvi59gAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬