[ahmedabad] - હાર્દિકે પુનઃ જળ ત્યાગ કરતાં મામલો ગરમાયો, પોલીસ અડધી રાત્રે બાબા રામદેવવાળી કરે તેવી અટકળો વહેતી થઈ

  |   Ahmedabadnews

ટિકેન્દ્ર રાવલ, અમદાવાદઃ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે આજે મોડી સાંજે પુનઃ જળત્યાગ કરવાની જાહેરાત કરી છે. ગઈ કાલે સાંજે રાજ્ય સરકારને વાટાઘાટો માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપનારા હાર્દિક પટેલે 24 કલાક પૂરાં થતાં પુનઃ જળત્યાગ કર્યો છે. જો કે મોડી સાંજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર જે કે ભટ્ટ સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો અચાનક ઉપવાસના 13માં દિવસે હાર્દિકની છાવણીની મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સરકારે હાર્દિકની બાબા રામદેવવાળી કરી અડધી રાત્રે પોલીસ અટકાયત કરે તેવી અટકળો વહેતી થઈ છે.

આજના દિવસ દરમિયાન બનેલા ઘટનાક્રમના પગલે સરકાર અને પાટીદાર આંદોલનકારીઓ વચ્ચે અનેક પ્રકારની ખેંચતાણ જોવા મળી છે. કોગ્રેંસીના ધારાસભ્યોએ વિપક્ષી નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતા નીચે હાર્દિકના બંને મુદ્દાઓ સાથે વિજય રૂપાણીની મુલાકાત કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/majhUwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬