[ahmedabad] - ‘હાર્દિક બન્યો હીરો’ ઉપવાસી છાવણી બની સેલ્ફી ઝોન, બાળકો લાગે છે પગે

  |   Ahmedabadnews

અમદાવાદ: પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્ધે છેલ્લા 13 દિવસથી આમંરણાંત ઉપવાસ પર ઉતરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને ઉપવાસી છાવણીમાં રોજ અનેક પાટીદાર મળવા માટે આવી રહ્યાં છે ત્યારે હાર્દિકની સાથે સેલ્ફી પડાવવા માટે પાટીદાર યુવાનો મહિલાઓ અને બાળકો પડાપડી કરી રહ્યાં હતા. તો હાર્દિક સાથે મુલાકાત પહેલા પગરખા ઉતારીને મળવા જતાં બાળકો હાર્દિકને પગે લાગી રહ્યાં છે. આમ હાર્દિકની ઉપવાસી છાવણી સેલ્ફી ઝોન બની ગયો હોય તેવુ લાગે છે.

અમદાવાદના છેવાડે આવેલા ગ્રીનવુડ રિસોર્ટ ખાતેના નિવાસસ્થાને આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મળવા માટે પ્રથમ છ દિવસ સુધી પાટીદારોને પ્રતિબંધ ફરમાવવા આવ્યો હતો. પરંતું છેલ્લા 3 દિવસથી હાર્દિક પટેલને મળવા માટે પાટીદારોને છુંટ આપવામાં આવતા હજારો પાટીદાર હાર્દિકની ઉપવાસી છાવણીમાં પહોંચી રહ્યાં છે. જેમાં સુરક્ષાના હેતુસર પાટીદારોને વાહનો ત્રણ કિમી દુર પાર્ક કરીને પગપાળા મોકલવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનો મહિલા અને બાળકો કે જેઓ હાર્દિક પટેલને મળવા માટે જાય ત્યારે એની સાથે સેલ્ફી લઈ રહ્યા છે, તો બાળકો અને કેટલાક યુવાનો હાર્દિકને પગે લાગીને તેનું સન્માન કરી રહ્યા છે. હાર્દિક પટેલને ઉપવાસી છાવણીમાં આવતા પાટીદારોને ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/b4g2AwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬