[amreli] - અમરેલીમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઇ
અમરેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકને સંબોધતા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, પીવાના પાણીની વ્યવસ્થા ગ્રામ્ય સ્તરે શોધ રીતે થવી અનિવાર્ય છે. સાથોસાથ સ્વચ્છતા જળવાય તે બાબતે પણ ગ્રામ્ય કક્ષાની સમિતિ સક્રિય રહે તેવું આયોજન આવશ્યક છે.
ઉપરાંત કલેક્ટરે જણાવ્યું હતું કે જળ અને સ્વચ્છતા સમિતિ હેઠળ આવરી લેવાયેલા કામોની ગુણવત્તા જળવાય તેની પૂરતી તકેદારી સાથે જેટલા જૂના કામો સ્થગિત છે તેને પણ પૂર્ણ કરવા અધિકારીઓને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. છેલ્લા 3 વર્ષોમાં થયેલા કામો અંગેની વિગતો આપવા તેમજ ગ્રામ્ય સમિતિ દ્વારા કામો પૂર્ણ કરવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી નિર્ગુડેએ ગ્રામ્ય સ્તરે પાણી સમિતિની વખતોવખત મોનીટરીંગ કરીને આ સુવિધા રહે તે બાબતે સક્રિય રહેવા અધિકારીઓને જણાવ્યું હતું....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GXziWQAA