[amreli] - અમરેલીમાં વરસાદી છાંટા પડતા જ કિચડનું સામ્રાજ્ય
અમરેલીમાં બિસ્માર રસ્તાઓ પર વરસાદી છાંટા પડતા જ શહેરના માર્ગો પર કાદવ કીચડ જોવા મળે છે. જેના કારણે રસ્તા પર જતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાય રહી છે.
અમરેલીમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન રસ્તાઓ ખોદીને મુકવામાં આવતા અને ત્યારબાદ તંત્ર દ્વારા કરવામાં આવેલી બેદરકારીના કારણે શહેરના એસટી રોડ, લાઈબ્રેરી રોડ, તેમજ વિવિધ સોસાયટીઓમાં માત્ર વરસાદી છાંટા પડતા જ માર્ગો પર કાદવ કીચડ થઇ જાય છે. જેના કારણે આ કીચડ પર મચ્છરનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી મચ્છર જન્ય રોગોનું પ્રમાણ પણ વધતું જણાય છે. જેના કારણે શહેરમાં મચ્છરજન્ય મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ થવાની પણ સંભાવના જોવા મળી શકે છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9I7A3gAA