[amreli] - જિલ્લામાં પાંચ સ્થળેથી પોલીસે 33 જુગારીઓને ઝડપી પાડ્યા

  |   Amrelinews

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસે કડક કાર્યવાહી કરી છે. જો કે તેમ છતા આ પ્રવૃતિ છાનેખુણે ચાલતી રહે છે. ત્યારે પોલીસે જુદાજુદા પાંચ સ્થળેથી 33 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે કુલ રૂા. 59 હજારનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. પોલીસે અમરેલીના બહારપરામા જાહેરમા જુગાર રમી રહેલા ગીરધર બાબુ સોલંકી, રસીક ધીરૂ સોલંકી, ભરત બાબુ, ઘનશ્યામ પરમાર, શૈલેષ સોલંકી નામના શખ્સોને રૂા. 3650ની મતા સાથે ઝડપી લીધા હતા. ખીજડીયા ગામે જાહેરમા જુગાર રમી રહેલા રાજેશ દેવજી હિરપરા, મનસુખ ગોવિંદ હિરપરા, મનોજહિરપરા, પંકજ હિરપરા, લાલજી ભનુ, કૌશિક સાવલીયા, રાહુલ વઘાસીયાને ઝડપી લીધા હતા. અહીથી પોલીસે રૂા. 7900નો મુદ્દામાલ કબજે લીધો હતો. જયારે સારીંગપુરમા પોલીસે જાહેરમા જુગાર રમી રહેલા કાળુ કોરડીયા, ભરત કોરડીયા, વિપુલ ચકુ, વિક્રમ નાનજી, ઘનશ્યામ વલ્લભ, બાબુ વલ્લભ, સંજય બાબુ નામના શખ્સોને રૂા. 9190ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત પોલીસે સાવરકુંડલામાથી ઉમેશ મગન, નિતીન અમૃત, વિજય મનસુખ, દિનેશ નામના શખ્સોને ઝડપી લીધા હતા. જયારે ભેરા ગામેથી પોલીસે અલી મંસુરી, વિજય, કાળુ રામ, શિવાભાઇ રામ, બાઘાભાઇ ઉકાભાઇ, શિવા રામ, માણસુર વાઘ, દેસાભાઇ, પ્રવિણભાઇને રૂા. 26300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/sDPVlwAA

📲 Get Amreli News on Whatsapp 💬