[amreli] - બગસરામાં મામલતદાર કચેરી દ્વારા મોકડ્રિલ યોજાઇ
વર્ષાઋતુ દરમ્યાન સાવચેતીના ભાગરૂપે બગસરા તાલુકામાં સંભવિત કુદરતી આપતિ જેવી કે પુર, વાવાઝોડુ, ધરતીકંપ વગેરેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તથા વિવિધ ખાતા વિભાગ તરફથી આપત્તિના સમયે કરવાની કામગીરી સંદર્ભે લોકોને જાણકારી મળી રહે તે માટે મોકડ્રીલ આયોજન કરવામાં આવ્યું હતું.
બગસરા મામલતદાર કચેરી દ્વારા તા. 29ના રોજ બપોરે એક વાગ્યે હરેશ પેટ્રોલિયમ ખાતે યોજવામાં આવેલ મોકડ્રીલમાં ભારે વરસાદ, અતિવૃષ્ટિને કારણે વરસાદ અકસ્માતમાં ફસાયેલ મોટી ઉંમરની વ્યક્તિને પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિને ડૂબતા બચાવવામાં આવેલ. નાયબ મામલતદાર પ્રશાંત પિંડીએ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગતની તમામ વિગતો બચાવ કાર્ય પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. મોકડ્રીલમાં બગસરા મામલતદાર તથા નગરપાલિકાના ચીફ ઓફિસર, પીએસઆઇ મોરી, પીજીવીસીએલના ઇજનેર વિરડીયા સહીતનાં હાજર રહ્યા હતા....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/EkTogAAA