[amreli] - વિજપડીમાં મકાનમાંથી તસ્કરો રૂ.9 હજારની મત્તા ઉસેડી ગયા
અમરેલી જિલ્લામા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમા ઘરફોડ ચોરીના બનાવો વધ્યાં છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે એક બંધ રહેણાંકમા તસ્કરો ત્રાટકયા હતા. અહી તસ્કરોએ રૂા. 9 હજારની રોકડની ચોરી કરી લઇ ગયા હતા. આ બારામાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રહેણાંકમા ચોરીની આ ઘટના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા રમેશભાઇ દેશુરભાઇ શિયાળ પોતાનુ રહેણાંક બંધ કરી તારીખ 2ના રોજ પરિવાર સાથે પરબ વાવડી દર્શન માટે ગયા હતા. ત્યાંથી સોમનાથ મંદિર તેમજ સાવરકુંડલા રોકાયા હતા.
આ દરમિયાન તેમના બંધ મકાનમા તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ પતરાની પેટીનો નકુચો તોડી અંદર રાખેલ રોકડ રૂા. 6 હજાર તેમજ એક ગલ્લામાથી રૂા. 1500 મળી કુલ રૂા. 9 હજારની ચોરી કરી લઇ ગયા હતા. આ બારામા તેમણે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે એએસઆઇ ડી.ડી.ગોંડલીયા તપાસ ચલાવી રહ્યાં છે.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VFlprwAA