[anand] - આણંદ ટૂંકીગલીમાં પાથરણાવાળાઓની વૈક્લ્પિક જગ્યા મુદ્દે પાલિકાના હાથ અદ્ધર

  |   Anandnews

આણંદ અવકુડા વિભાગ દ્વારા શહેરના વર્ષોજૂના ટુંકીગલીમાં ગેરકાયદે ઉભા રહેતા લારીપાથરણાવાળા સહિત 300થી વધુ દબાણો દૂર કરીને માર્ગ ખુલ્લો કર્યો છે.તેના કારણે તમામ લારીપાથરણાવાળા એકત્ર થઇને આણંદ નગરપાલિકામાં જઇને ઉગ્ર રજૂઆત કરીને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા તેમજ ટુંકીગલીમાં લારીઓ ઉભી રાખવા માટે રજૂઆત કરી હતી. પરંતુ આણંદ ન.પાના સત્તાધિશોએ હાથ અધ્ધર કરી દીધા હતાં.આથી ગુરૂવારે કલેકટરને મળીને આવેદનપત્ર આપશે.

આણંદ શહેરની ટુંકગલીમાંથી વર્ષોબાદ ગેરકાયદે ઉભા રહેતા લારીઓ અને પાથરણાવાળાઓને મળીને 300 ઉપરાંત દબાણો દૂર કર્યા છે. જ્યારે અન્ય કોઇ જગ્યાએ વેૈકલ્પિક વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ન કરાતા કાઉન્સિલર અનવર ચાવાળાની આગેવાની હેઠલ લારીપાથરણાવાળા ભેગા મળીને આણંદ નગરપાલિકામાં ટુંકીગલીમાં લારી પાથરણાવાળા માટે કાયમી વ્યવસ્થા કરવા કે અન્ય નજીકના વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા. જયાં પ્રમુખ ઉપસ્થિત ન હોય જેથી પાલિકા કાઉન્સિલર અને પૂર્વ પ્રમુખ વિજય પટેલે (માસ્તર) તેઓની રજૂઆત સાંભળી હતી. જ્યારે આણંદ નગર પાલિકા દ્વારા સપષ્ટપણે કહેવાયુ હતું કે, અમારા હાથમાં કશુ નથી. આ અવકૂડાનો મામલો છે. તમે અવકૂડામાં જઇને રજુઆત કરો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jAIMiwAA

📲 Get Anand News on Whatsapp 💬