[anand] - ખંભાતના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક એનાયત

  |   Anandnews

શિક્ષણમાં ઇનોવેશન, લેખન, સામાજિક પ્રવૃતિઓ અને નવતર પ્રયોગો દ્વારા અભિનવ કાર્ય બદલ શિક્ષક, લેખક એવા ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઈ ખંભાતના શૈલેષ રાઠોડને ગુજરાતનાં રાજ્યપાલ,મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીના હસ્તે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક ખંભાતના શૈલેષ રાઠોડને એનાયત કરવામાં આવ્યો છે.

શિક્ષક દિન નિમિતે ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાયેલા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક સમારંભમાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રૂ. 51000/-, પ્રમાણપત્ર, શાલ તથા કાંસ્ય પ્રમાણપત્ર અર્પણ કરી શૈલેષ રાઠોડની સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓમપ્રકાસ કોહલીએ ઉત્તમ શિક્ષક તરીકે શિક્ષણમાં જ્યોતથી જ્યોત પ્રગટાવી સમાજનું ઘડતર કરવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનાં શિક્ષણને ભારતના શ્રેષ્ઠ શિક્ષણ રાજયનું બિરુદ મળે તેવા પ્રયાસ કરવા અપીલ કરી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભેચ્છાઓ પાઠવી રાજ્યના ઉત્તમ શિક્ષકોએ અન્ય શાળાઓમાં જઈને શિક્ષણ-શિક્ષક ઘડતરની પ્રવૃતિ કરવી જોઈએ. શૈલેષ રાઠોડ દ્વારા 17 જેટલા પુસ્તકો લખવામાં આવ્યા છે. તેમણે લેખન દ્વારા બાળકોના અનેક પ્રશ્નોનું સમાધાન કરેલ છે. ગરમી વિસ્તારની સમસ્યાઓ ઉકેલી છે.તેઓ 26 વર્ષથી શિક્ષણ કાર્ય દ્વારા બાળકોને વિજ્ઞાન, સંસ્કૃતિ કાર્યક્રમ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોચડેલ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VWOZZgAA

📲 Get Anand News on Whatsapp 💬