[anand] - ગામડી ઓવરબ્રિજ પાસે ખાડાને કારણે બસે પલટી ખાધી, 35 મુસાફરનો બચાવ
આણંદ ગામડી પાસે નેશનલ હાઈવે નં. 48 પર આજે વહેલી સવારે રાજકોટથી સુરત તરફ જઈ રહેલી લકઝરી બસ ગામડી ઓવરબ્રીજના સર્વિસ રોડ પરના ખાડાને કારણે પલ્ટી ખાઈ ગઈ હતી. જેને પગલે બસમાં સવાર 35 મુસાફરોને વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવ સંદર્ભે આણંદ પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતનાં લકઝરી બસનાં ચાલક કિશોરભાઈ રમેશભાઈ ગત રાત્રિના 12 કલાકે સુરતની કિંગ ટ્રાવેલર્સની લકઝરી બસમાં ૩૫ મુસાફરોને બેસાડી રાજકોટથી સુરત જઈ રહયા હતા. ત્યારે બુધવારે પરોઢીયે ચાર કલાકે આણંદની પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે નં. 48 પર ગામડી ઓવરબ્રિજના સર્વિસ રોડ પરથી પસાર થતી વખતે લકઝરી બસ રોડની સાઈડમાં આવેલા ખાડાના કારણે પલટી ખાઈ ગઈ હતી. જોકે, તમામ મુસાફરો ઊંઘી રહ્યા હતા. પરંતુ અચાનક બસ પલટી ખાઈ જતાં મુસાફરોની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ બનાવને પગલે આસપાસના લોકો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી હાથ ધરીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી તુરંત જ 108 મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત મુસાફર પરેશભાઇ વલ્લભભાઈ વખોટા (રહે. રાજકોટ) બનાવની જાણ આણંદ ટાઉન પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે બીજી તરફ અકસ્માત બાદ લકઝરી બસનો ચાલક પોલીસ મથકે હાજર થઈ ગયો હતો.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ul5baAAA