[anand] - શ્રીકૃષ્ણ હોસ્પિટલે બે માસના હૃદયરોગી બાળકને જીવન આપ્યું

  |   Anandnews

કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરની શુકળ ડોકટર્સની ટીમે બે મહિનાના જન્મજાત હૃદયરોગ ધરાવતા બાળકની સફળતાપૂર્વક ઓપન હાર્ટ સર્જરી કરીને નવજીવન આપ્યુ હતું.

ગુજરાતભરમાં માત્ર બે સેન્ટર આ પ્રકારની બાળહૃદયરોગની જટિલ સર્જરી કરવા માટેની સગવડ અને કુશળ ટીમ ધરાવે છે.

કચ્છના મુદ્રા ગામના વતની રામુજા સુમરાના દીકરા આહિલને શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં કાર્ડિયાક સર્જન ડો. વિશાલ ભેડેએ ઓપન હાર્ટ સર્જરી કરીને હૃદયને શુદ્ધ લોહી પહોંચાડતી રકતવાહિની વચ્ચેના અવરોધને દૂર કર્યા હતા. અને ડાબી બાજુના હૃદયની રકતવાહિનીને જમણી બાજુના હૃદયની રકતવાહિની સાથે જોડી દીધી જેથી બાળકના હૃદયને શુદ્ધ લોહી પહોંચે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QLp2jgAA

📲 Get Anand News on Whatsapp 💬