[bharuch] - પાણેથા ગામે 7 જુગારીઓ 47 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયાં

  |   Bharuchnews

ઝઘડિયા તાલુકામાં આવેલાં પાણેથા ગામે સ્વામિનારાયણ મંદિર ફળિયામાં જાહેરમાં જુગાર રમતાં 7 જુગારિયાઓ પાસેથી રોકડા રૂપિયા 35 હજાર તેમજ 5 મોબાઇલ સહિત કુલ 47 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઉમલ્લા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પાણેથા ગામે રહેતાં નિલેશ ઉર્ફે ડિગો પટેલના ઘરની આગળ સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાંક શખ્સો જુગાર રમી રહ્યાં છે. જેના પગલે પોલીસની ટીમે તુરંત સ્થળ પર પહોંચી દરોડો પાડતાં જુગાર રમતાં 7 જુગારિયા નિલેશ ઉર્ફે ડિગો રાવજી પટેલ, મનોજ જશભાઇ પટેલ, જ્યોતિન્દ્ર ઇન્દુ પટેલ, આશિષ જ્યોતિન્દ્ર પટેલ, કૌશિક મણીભાઇ પટેલ, પ્રકાશ મનહર પટેલ તેમજ હેમંત ઉર્ફે લાલભાઇ શિવલાલ પટેલને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 35 હજાર તેમજ 12 હજારના મોબાઇલ સહિત કુલ 47 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બનાવને પગલે ઝડપાયેલાં તમામ 7 જુગારિયાઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/MuCvrAAA

📲 Get Bharuch News on Whatsapp 💬