[bharuch] - ભરૂચના માતરીયા તળાવના વિકાસ માટે 2.09 કરોડ ખર્ચાશે

  |   Bharuchnews

ભરૂચ શહેરના લીંક રોડ પર આવેલા માતરીયા તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની યોજના ગોકળગાયની ગતિએ આગળ ધપી રહી છે. 2004માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે યોજનાનું ભૂમિપૂજન કરાયા બાદ આજે 14 વર્ષે પણ યોજના પુર્ણ થઇ શકી નથી. 9.38 કરોડના પ્રોજેકટ પાછળ અત્યાર સુધીમાં 6.28 કરોડનો ખર્ચ કરાઇ ચુકયો છે ત્યારે બુધવારના રોજ તળાવ ખાતે પાર્કિંગ એરીયા, પ્રવેશદ્વાર તેમજ બોકસ ડ્રેનેજ બનાવવાની કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

શહેરના લીંક રોડ પર આવેલું માતરીયા તળાવ 2.25 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે. તળાવને પીકનીક સ્પોટ તરીકે વિકસાવવા તેના ફરતે એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની સુવિધા ઉભી કરવાનું આયોજન છે પણ પ્રોજેકટની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. 9.28 કરોડના પ્રોજેકટ પાછળ 6.28 કરોડનો ખર્ચ કરી નાંખવામાં આવ્યો હોવા છતાં હજી સુધી શહેરીજનો માતરીયા તળાવને પીકનીક સ્પોટ તરીકે જોઇ શકતા નથી. તળાવ ફરતે હાલ વોકિંગ પાથ તેમજ અન્ય નાની- મોટી સુવિધાઓ જ જોવા મળી રહી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xS5tpQAA

📲 Get Bharuch News on Whatsapp 💬