[bharuch] - ભરૂચ જિલ્લાનું તલાટી મંડળ પડતર પ્રશ્નોને લઇને આજે આવેદન અાપશે
ભરૂચ જિલ્લાના તલાટી મંડળ દ્વારા આવતીકાલે ગુરૂવારે કલેક્ટર, ડીડીઓ તેમજ એસપીને આવેદન પત્ર આપવામાં આવશે. જેમાં તલાટી કમ મંત્રીઓ પ્રત્યે સરકારી તંત્ર દુર્લક્ષ્ય સેવાતુ હોવાની રાવ તેમણે વ્યક્ત કરી વિવિધ માંગણીઓની રજૂઆત કરશે.
ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ભરત મિશ્રા તેમજ મહામંત્રી ઓમકારસિંહ રણાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ફરજ બજાવી રહેલાં 600થી વધુ તલાટી કમ મંત્રીઓ પ્રત્યે સરકાર દુર્લક્ષ્ય સેવી રહી છે. તેમણે તલાટીઓની મુખ્ય માંગણીઓ અંગે જણાવ્યું હતું કે, ગ્રેડ પે સુધારવા માટે અગાઉના પરિપત્રની શરત 4,5 અને 6 રદ કરવી, 2004થી ભરતી થયેલાં તલાટીઓની નોકરી 2006ના બદલે 2004થી સળંગ ગણવી, રેવન્યુની તમામ કામગીરીનો બહિષ્કાર કરવો, નવા ભરતી થયેલાં તમામ તલાટીને જૂની પેન્શન પદ્ધતિનો લાભ આપવો તેમજ વિસ્તર અધિકારીની જગ્યા તલાટી કમ મંત્રીના પ્રમોશનથી જ ભરવામાં આવે તે સહિત વિવિધ માંગણીઓ સાથે આવતીકાલે ગુરૂવારે કલેક્ટર, ડીડીઓ અને એસપીને પણ આવેદન પત્ર આપી રજૂઆત કરાશે.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zhZnfAAA