[bharuch] - હરિપુરા ગામે ST બસ પર પાવડાથી ઘા કરી કાચ-પતરુ તોડી નુકસાન

  |   Bharuchnews

ઝઘડિયાના હરિપુરા ગામ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હોઇ અેક જ ટ્રેક પર ચાલતી બસના ચાલક સાથે બાઇક સવારે તુ મારા પર બસ કેમ લાવ્યો તેમ કહીં ઝઘડો કર્યો હતો. મામલો ગરમતાં શખ્સને તેના સાગરિતો સાથે ડ્રાઇવરને ધાકધમકી આપી પાવડા વડે બસનો સાઇડ ગ્લાસ તોડી બસનું પતરું ફાડી નાંખ્યું હતું. બનાવ સંદર્ભે ઉમલ્લા પોલીસે ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પંચમહાલના શહેરાનો વતની ગોકુળ વજાભાઇ ખાંટ રાજપીપળા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે નોકરી બજાવે છે. તેઓ રાજપીપળાથી 71 પેસેન્જરો ભરીને તેમની રાજપીપળા- સૂરત એક્સપ્રેસ બસ લઇને સૂરત તરફ જવા માટે રવાના થયો હતો. દરમિયાન ઝઘડિયાના હરિપુરા ગામ પાસે રોડનું કામ ચાલી રહ્યું હોઇ તેઓ તેમની એસટી બસ એક જ ટ્રેક ચાલતી હતી હતી. દરમિયાન સામેથી આવતી એક બાઇકના ચાલક વિપુલ લકડિયા વસાવા (રહે. હરીપુરા)એ તેમની બસ અટકાવી હતી. વિપુલ વસાવાએ બસના ડ્રાઇવર ગોકુળ ખાંટને ધમકાવી તું કેમ તારી ...અનુસંધાન પાના નં.2

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/FVvxAgAA

📲 Get Bharuch News on Whatsapp 💬