[bharuch] - 200 વર્ષથી ઉજવાતો મેઘ મહોત્સવ

  |   Bharuchnews

ભરૂચમાં 200 વર્ષ પહેલા દુકાળના સમયમાં ભોઇ સમાજના લોકોએ મેઘરાજાની માટીની મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરી હતી. આખો દિવસ ભજન કિર્તન કરવામાં આવ્યા હોવા છતાં વરસાદ ન વરસતા લોકોની શ્રદ્ધા ડગમગી ઉઠી હતી. તેમણે સવાર સુધીમાં વરસાદ ન પડે તો તલવારથી મેઘરાજાની પ્રતિમાને ખંડિત કરી નાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઇ ત્યારથી મેઘરાજાના મહોત્સવની ઉજવણી કરાય છે.

છડીના મિલનને જોવા માનવ મહેરામણ ઉમટ્યું : મેઘરાજાની પ્રતિમાનું 25 દિવસ બાદ નર્મદાના નીરમાં વિસર્જન

મેઘરાજા-છડીના સંભારણા સાથે ભરૂચના મેઘમેળાનું સમાપન

ભરૂચ શહેરમાં ભરાતા મેઘરાજાના મેળામાં બુધવારે દશમના દિવસે ઘોઘારાવ મંદિરના ચોકમાં ભોઇ સમાજની બે છડીઓને ઝુલાવી તેમનું મિલન કરાવવામાં આવ્યું હતું. છડીઓના મિલનને જોવા માટે ભોઇવાડમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું અને છાપરાઓ અને ધાબા જયાં જગ્યા મળી ત્યાં લોકો ગોઠવાઇ ગયાં હતાં. છડીના મિલન બાદ મેઘરાજાની સવારી નીકળી હતી. દિવાસાના દિવસથી સ્થાપના કરાયેલી મેઘરાજાની પ્રતિમાનું 25 દિવસ બાદ પાવન સલિલા મા નર્મદાના નીરમાં વિસર્જન કરાયું હતું. ડ્રોન તસવીર : રાજેશ પેઇન્ટર...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LcMSOQAA

📲 Get Bharuch News on Whatsapp 💬