[bhavnagar] - ખેડૂત વિરોધી નીતિ સામે આવેદન પાઠવાયુ

  |   Bhavnagarnews

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં ખેડૂતોના દેવા માફ કરવા માટે પાલિતાણા કોંગ્રેસ દ્વારા મામલતદારને ભાવનગર જિલ્લા પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડની આગેવાનીમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.

ગારિયાધાર કોંગ્રેસ સમિતિ દ્વારા ગારિયાધાર મામલતદારને આવેદન આપી જણાવ્યુ હતુ કે રાજય સરકારે સત્વરે ખેડૂતોના દેવા માફીનો નિર્ણય લેવો જોઇએ.

ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ ગોહિલની આગેવાની તળે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ વિશાળ સંખ્યામાં એકઠા થઇને ખેડૂતોના દેવા નાબુદી સહિતની માંગણીઓ અંગેનુ આવેદન પત્ર મામલતદારને આપવામાં આવ્યુ હતુ.

સિહોર શહેર/ તાલુકા કોંગ્રેસ દ્વારા સિહોર મામલતદારને આવેદન પાઠવવામાં આવેલ. તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને વીજળી પાક વીમો અને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળે તે માટેની માગણી સાથે તળાજા મામલતદારને આવેદન પાઠવી રજુઆત કરાઇ હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/fjL5gwAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬