[bhavnagar] - ગરીબ બાળકોને શ્રાવણી પર્વો આનંદથી મનાવવા માળનાથ ગૃપ દ્વારા મિઠાઇ અને ફરસાણ વિતરણ

  |   Bhavnagarnews

ભાવનગર ઃ શ્રાવણી પર્વોામાં જય માળનાથ ગ્રૃપ દ્વારા ગરીબ બાળકોને વિનામૂલ્યે મિઠાઇનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રાવણ માસના સાતમ-આઠમના તહેવારોમાં ગરીબ બાળકો પણ આનંદ પ્રમોદથી મનાવવા સાથે મીઠાઇ ફરસાણ આરોગી શકે તેવા હેતુસર દાતાઓના સૌજન્યથી માળનાથ ગ્રૃપ દ્વારા ગરીબ બાળકોને મિઠાઇ-ફરસાણનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. માળનાથ ગ્રૃપ દ્વારા પ્રત્યેક તહેવારોમાં ગરીબ બાળકોને તહેવારો અનુસાર દાતાના સહયોગથી ચીજ-વસ્તુઓ વિતરણ કરી પ્રેરણા આપવામાં આવે છે. તેમ માળનાથ ગ્રૃપના હરિભાઇ શાહે જણાવ્યુ છે.

આ ઉપરાંત વિવિધ પ્રસંગોએ પણ માળનાથ ગ્રૃપ મિઠાઇ-ફરસાણ તો ખરૂ જ તથા ઠંડીમાં ગરમ કપડા, ઉનાળાની કાળઝાળ ગરમીમાં પગમાં પહેરવાના ચંપલ દાતાઓના સહયોગથી દાન આપવામાં આવે છે. આમ, સમયાનુસાર ગરીબ જરૂરીયાતમંદોને વિવિધ વસ્તુઓનુ સતત વિતરણ કરવામાં આવતુ હોય છે. તેમજ ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા તથા દફતર વિગેરે ભણતરના સાધનો પુરા પાડવામાં આવે છે. આવા સતકાર્યમાં સૌ લોકો સહભાગી થઇને આભારી થશો તેવી માળનાથ ગ્રૃપ વતી હરીભાઇ શાહ દ્વારા અપીલ કરાઇ છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/E_MlHAAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬