[bhavnagar] - ભાવનગરમાં હત્યાના આરોપીને જેલમાં મળવા આવેલા શખ્સો પાસેથી 2 પિસ્તોલ અને 2 છરી મળી આવી

  |   Bhavnagarnews

ભાવનગર: તળાજાના ચકચારી હત્યા કેસના આરોપીઓને જિલ્લા જેલ ભાવનગર ખાતે પાંચ શખ્સો મળવા આવ્યા હતા. પોલીસ તપાસમાં તેની પાસેથી બે પિસ્તોલ, 6 જીવતા કાર્ટિસ, 2 છરી અને એક કુંડલીવાળી લાકડી મળી આવતા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે બ શખ્સો નાસી છૂટ્યા હતા.

તળાજામાં થોડા દિવસ પૂર્વે ચીનુભાઇ પઠાણની હત્યા થઇ હતી

તળાજામાં થોડા દિવસ પૂર્વે ચીનુભાઇ પઠાણની હત્યા થઇ હતી તેના આરોપીઓ ઇર્શાદ તથા બીજા આરોપીઓ જિલ્લા જેલ ભાવનગર ખાતે છે. તેની મુલાકાતે તળાજા, મહુવા, ભાવનગરના પાંચ શખ્સો ઇન્ડિકા કાર તથા મોટર સાયકલ લઇને આવ્યા હતા. તેની પાસેથી બે પિસ્તોલ, 6 જીવતા કાર્ટિસ, 2 છરી અને એક કુંડલીવાળી લાકડી મળી આવી હતી. આથી પોલીસે ત્રણ શખ્સો જુબેરભાઇ હશનભાઇ હમદાની, મહંમદખાન અશરફખાન પઠાણ અને તલહાખાન અશરફખાન પઠાણને ઝડપી પાડ્યા હતા જ્યારે જાબીર ઉર્ફે ભુરો દાઉદભાઇ બેલીમ અને અબ્બાસ દાઉદભાઇ બેલીમ નાસી છૂટ્યા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PJJIvgAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬