[dahod] - જશવંતસિંહના હસ્તે દાહોદમાં પોષ્ટ બેંકિગ સેવાનો શુભારંભ
ગ્રામિણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં ડિજીટલ ચુકવણીની સેવાઓને પ્રોત્સાહન આપવા, પોષ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા ઇન્ડિયા પોષ્ટ પેમેન્ટસ બેંક (IPPB)ની શરૂઆત કરી રહ્યું છે. દરેક નાગરિકને આર્થિક રીતે સાંકળવાના ધ્યેયને આગળ વધારવા સાથે ડીજીટલ સેવાઓનો ઉપયોગ કરવા માટે ભારતીય નાગરિકોની ક્ષમતામાં વધારો કરશે. દેશમાં આવી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ૬૫૦ શાખાઓનો શુભારંભ તા. ૧-૯-૨૦૧૮ના રોજથી એકી સાથે વડાપ્રધાનના હસ્તે શરૂ કરવામાં આવ્યો હતો.
તદનુસાર દાહોદ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શાખાનો શુભારંભ ભારત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે તક્તીના અનાવરણ સાથે રીબન અને કેક કાપીને પોસ્ટ ઓફિસ, બજાર શાખા ખાતે ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યો હતો....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Snx_8wAA