[dahod] - દાહોદ જિ.ની કોર્ટોમાં 8 મી સપ્ટે. લોક અદાલતો યોજાશે

  |   Dahodnews

નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યૂ.દિલ્હીના આદેશથી નામદાર ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે દાહોદ, જિલ્લા અદાલતના ચેરમેન અને પ્રિન્સીપાલ ડ્રિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ જજ ડી.ટી.સોનીના અધ્યક્ષસ્થાને નેશનલ લોક અદાલત તા. ૮ના શનિવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે યોજાશે. જયારે તાલુકા કક્ષાએ ચેરમેન અને મહે.જયુડી.મેજીના અધ્યસ્થાને દેવગઢબારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા અને સંજેલી કોર્ટોમાં નેશનલ લોક અદાલતો તા. ૮ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે યોજાશે.

દાહોદ જીલ્લાની તમામ કોર્ટમાં ચાલતા કેસો તથા સીવીલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડીગ હોય તેવા કેસો લોક અદાલતના માધ્યમથી સમાધાન કરવા ઇચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબંધિત કોર્ટનો સંપર્ક કરી તાત્કાલિક અરજી કરવાની રહેશે. પ્રિલિટીગેશન કેસો અથવા પેન્ડીંગ કેસો જે દાહોદ જિલ્લા ન્યાયાલયમાં કે તાલુકા કક્ષાની અદાલતોના કાર્યક્ષેત્રમાં હોય ત્યાં જે તે પક્ષકાર કે તેમના વકીલએ સંબંધિત કોર્ટમાં તેમના કેસ તા. ૮ને શનિવારના રોજ આયોજીત રાષ્ટ્રીય લોકઅદાલતમાં મૂકવા સંપર્ક કરી શકાશે તેવું દાહોદ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ ડી.ટી.સોની દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/8_X6zgAA

📲 Get Dahod News on Whatsapp 💬