[dahod] - રામપુરા ખાતે પેટ્રોલિંગમાં ફરતી બૂલેટપ્રુફ વાનને ટ્રકે ટક્કર મારી ગુલાંટ ખવડાવી

  |   Dahodnews

દાહોદ શહેર નજીક ગોધરા હાઇવે ઉપર પરોઢે રામપુરામાં પેટ્રોલિંગમાં ફરતી પોલીસ વિભાગની 55 લાખ રૂપિયાની કિંમત ધરાવતી બુલેટપ્રુફ વાનને ટ્રકે પાછળથી ટક્કર મારતાં તે રેલિંગ તોડીને ખાડામાં પલટી ખાઇને બીજી ગુલાંટ વખતે પોતાની મેળે જ સીધી થઇ ગઇ હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર ચાલક સહિત ત્રણ કોન્સ્ટેબલ ઘાયલ થયા હતાં. અકસ્માત સર્જનાર ટ્રક પણ હાઇવેના ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. આ મામલે તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

તોફોન વખતે પોલીસ ઉપર થતાં હુમલાને રોકવા માટે ‘રાયોટસ કન્ટ્રોલ વ્હિકલ’ નામની બુલેટ પ્રુફ સ્પેશિયલ ડિઝાઈન કરેલી વાન દાહોદ જિલ્લામાં ફાળવવામાં આવી છે. 55 લાખ રૂપિયાની કિંમત અને 16 ટન વજન ધરાવતી અને માત્ર બેનું એવરેજ આપતી આ વાનને રાત્રે પેટ્રોલિંગમાં કાઢવામાં આવી હતી. એમ.ટી શાખાના ચાલક વિનુભાઇ...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/59rSKgAA

📲 Get Dahod News on Whatsapp 💬