[gujarat] - અમદાવાદીઓ માટે ખુશખબર, લો-ગાર્ડનની ફૂડ સ્ટ્રીટ ફરી ધમધમશે
શહેરની ઓળખ ગણાતી 45 વર્ષ જૂની લો ગાર્ડનની ફૂડ સ્ટ્રીટ પર ગત 1 ઓગસ્ટની સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી હતી. હાઇકોર્ટનાં આદેશનાં પગલે તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ફૂડ સ્ટ્રીટમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરાતાં આ બાબત ‘ટોક ઓફ ધ ટાઉન’ બની હતી. જો કે અમદાવાદીઓની માનીતી આ ફૂડ સ્ટ્રીટ એકાદ મહિનામાં ફરી ધમધમતી થશે.
લો ગાર્ડનની ફૂડ સ્ટ્રીટમાં પાર્કિંગ માટે અલાયદા પ્લોટ ફાળવાશે. પ્રાથમિક ધોરણે નવા ગાર્ડન સ્ટ્રીટમાં 40 ફેરિયાઓને ઉભા રહેવા માટે પરમિશન આપવામાં આવશે. AMCના પરવાના ધારક ફેરિયાઓ ઉભા રહી શકશે. સાંજના સમયે જ આ નવું ગાર્ડન સ્ટ્રીટ ખુલ્લું રાખવામાં આવશે. પરંતુ એએમસીએ એક શરત મૂકી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, લારી – ગલ્લાં સામે વાહન પાર્ક થશે તો તે ફેરિયાઓના લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ્દ કરી દેવામાં આવશે. ત્રણ સપ્તાહની અંદર ફરી ધમધમતું થશે લો ગાર્ડન એવા અહેવાલ મળી રહ્યા છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DOLpJQAA