[gujarat] - કોંગ્રેસી નેતાઓ CMને મળ્યા, કહ્યું- ‘ભાજપની અહંકારી સરકાર હાર્દિક સાથે સીધો સંવાદ કરે’
હાર્દિક પટેલનું અનામત આંદોલન ધીમે ધીમે વેગ પકડતું જાય છે. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ અને ખેડૂતાના દેવામાફી પ્રશ્ને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. હાલ ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. આ માટે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ બુધવારે સાંજે પત્ર લખી મુખ્યમંત્રી રૂપાણી પાસે ટાઈમ માંગ્યો હતો.
હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રતિનિધિઓ તેમને મળવા પહોંચ્યા હતા. જ્યારે બાકીના અન્ય કાર્યકર્તાઓને ઓફિસ બહાર જ રોકી દેવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓને રોકી દેવામાં આવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જો બાદમાં સ્થિતિ કાબુમાં હોવાનું જાણવા મળ્યું હતું.
મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ પરેશ ધાનાણીએ જણાવ્યું કે હાર્દિક પટેલ અને રાજ્યના ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ આવતીકાલ એટલે કે શુક્રવારથી 24 કલાક માટે ઉપવાસ આંદોલન કરશે. દરેક જિલ્લા સ્તરે નેતાઓ તથા કાર્યકરો આ ઉપવાસ આંદોલનમાં જોડાશે. મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે. હવે મધ્યસ્થી નહીં, સરકાર હાર્દિક અને આંદોલનકારીઓ સાથે સીધો સંવાદ કરે. ભાજપની સરકાર અહંકારમાં રાચે છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bWSi1gAA