[gujarat] - કોંગ્રેસ નેતા આવ્યા હાર્દિકના સમર્થનમાં કહ્યું, ઉપવાસ તો ગાંધીજીએ બતાવેલ હથિયાર
અનામત આંદોલન અને ખેડૂતોના પ્રશ્ન માટે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. ત્યારે હાર્દિકના સમર્થનમાં નેતા અને સામાન્ય લોકો આવી રહ્યા છે. તેવી સ્થિતિમાં આજે કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે હાર્દિકને મળીને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાર્દિકની માંગણીઓ વ્યાજબી છે અને નીતિ મત્તાની માંગણીઓ છે તેથી તેનો ઉકેલ લાવવો જોઈએ.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, હાર્દિક પટેલની માંગણીઓ વ્યાજબી છે અને તેના નિરાકરણ માટે 13 દિવસ ના થવા જોઈએ. સરકારે નીતિમતા ધોરણે મંગાવામાં આવતી માંગો સંતોષવી પડે તેમ છે. હું હાર્દિક પટેલની તમામ માંગો સાથે સહમત છું. એક તરફ હાર્દિકની સ્થિતિ નાજુક થઇ રહી છે ત્યારે આ બાબતનો સરકારે નિકાલ લાવવો જોઈએ. આ તમામ સમગ્ર નબળા સમાજના વર્ગો માટેનો આ વિચાર છે. તેમને સાથે જ કહ્યું કે, હું કોઈ પટેલ તરીકે નહિ ભારતીય તરીકે વાત કરું છું...
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/nWPolAAA