[gujarat] - જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપો, પૂછ્યા આકરા સવાલો

  |   Gujaratnews

હાર્દિક પટેલના ઉપવાસને લઈને રાજકારણ ગરમાઇ ગયું છે. આજે કોંગ્રેસના ધારાસભ્યો ખેડૂતોના દેવા માફીને લઈને કોંગ્રેસે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. ત્યારે બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર નિશાન સાધતા અનેક સવાલો કર્યા છે. જીતુ વાઘાણીએ કોંગ્રેસ સામે લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ પણ લગાવ્યો છે.

જીતુ વાઘાણીએ કહ્યું કે, કેટલાક આંદોલનકારીઓ કોંગ્રેસ સાથે મળીને આંતર વિગ્રહ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, બંધારણીય રીતે અનામત આવી શકાય છે. તો પછી હજુ સુધી કેમ ડ્રાફ્ટ રજૂ કરાયો નથી. કેમ કોંગ્રેસ આ મુદ્દા વિશે કોઈ યોગ્ય નિરાકારણ લાવતી નથી. કોંગ્રેસ માત્ર અવળી દિશામાં રાજનીતિ કરી લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DHc5IAAA

📲 Get gujaratnews on Whatsapp 💬