[gujarat] - બહુમતી કોંગ્રેસની હોવા છતાં ચોટીલા, સિક્કા પાલિકા કબજે કરતો ભાજપ

  |   Gujaratnews

। રાજકોટ ।

સૌરાષ્ટ્રમાં ચૂંટણી વખતે મતદારોએ કોંગ્રેસને જયાં બહુમતિ આપેલી છે તે સિક્કા અને ચોટીલા પાલિકામાં આંતરિક વિખવાદથી આજે પ્રમુખ, ઉપપ્રમુખપદની ચૂંટણીમાં કોંગ્રેસને પછાડી ભાજપે વિજય મેળવ્યો છે. સિક્કા નગર પાલિકામાં કુલ ર૮ સભ્યોમાંથી કોંગી પાસે૧૬ સભ્યો અને ભાજપા પાસે ૧ર સભ્યો હોવાથી છેલ્લા અઢી વર્ષથી સત્તા કોંગ્રેસના હાથમાં હતી.તાજેતરમાં પ્રમુખ,ઉપપ્રમુખ પદની મુદ્ત પુરી થતાં આજે આ બંન્ને પદ માટે ચુંટણી યોજાઈ હતી.જેમાં કોંગ્રેસના પાંચ સભ્યો ગેરહાજર રહેતાં સત્તા ભાજપાએ કબ્જે કરી હતી.પ્રમુખ તરીકે ભાજપાના શિવપુરી નથુપુરી ગૌસ્વામી અને ઉપપ્રમુખ તરીકે કુલસુમબેન બેલાઈ ૧૩ વિરુધ્ધ ૧૦ મતે ચુંટાઈ આવ્યા હતાં. ચોટીલા નગરપાલિકાની ચુંટણીમાં ભાજપના પ્રમુખ તરીકે છાયાબા શકિતસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે રાજવી પરિવારના જયદીપભાઈ જોરૂભાઈ ખાચરે તો સામે કોંગ્રેસના મનીષાબેન શૈલેષભાઈ મકવાણા અને અજય જે. સામડે ઉમેદવારી કરતા મતદાન પ્રક્રિયા હાથ ધરાયેલ જેમાં કોગ્રેસના ચાર સભ્યો ગેરહાજર રહેતા છ મત અને ભાજપને બાર મત મળતા ચાર મતે જીતેલા જાહેર કરાતા ચોટીલા પાલિકાની શાસનધુરા ભાજપે સંભાળી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Z5Wc0gAA

📲 Get gujaratnews on Whatsapp 💬