[gujarat] - શાર્ક ફીન એક્ષપોર્ટનું જબરદસ્ત કૌભાંડ ઝડપાયું, 100 ડોલરમાં એક સુપના બાઉલનું વેચાણ

  |   Gujaratnews

મુંબઈ ડી.આર.આઈ.એ ભારત સરકારે જેના શિકાર અને માછીમારી તથા નિકાસ પર પ્રતિબંધિત મુકેલ છે તે શાર્ક ફીન એક્ષપોર્ટનું જબરદસ્ત કૌભાંડ મહારાષ્ટ્રના શીવરી અને સૌરાષ્ટ્રના વેરાવળમાંથી ઝડપી લીધું છે અને રૂ.45 કરોડની કિંમતનો 8 હજાર કિલોનો જથ્થો ઝડપી લઈ ચાર શખ્સોની ધરપકડ કરી છે.આ ઉપરાંત હોંગકોંગ રવાના કરેલ એક કન્ટેનરને ફરી ભારત પરત બોલાવવામાં આવી રહ્યું છે અને તેમાં પણ પ્રતિબંધિત શાર્ક ફીનનો જથ્થો હોવાનું ડી.આર.આઈ.ના અધિકારીઓ માની રહ્યા છે.

હોંગકોંગ અને સિંગાપોરમાં શાર્ક ફીનની ધુમ ડીમાન્ડ રહે છે અને ત્યાં ગર્ભશ્રીમંત લોકો તેનું સુપ પીવે છે અને અંદાજે 90 થી 100 ડોલરમાં એક સુપનું બાઉલ વેચાણ થઈ રહ્યું છે.આથી કેટલાક દાણચોરો દ્વારા તગડી કમાણી જોતા છેલ્લા કેટલાક સમયથી શાર્ક ફીન એક્ષપોર્ટનું રેકેટ શરૂ કરવામાં આવ્યું હતું.દાણચોરો દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં શાર્ક ફીનનો દરિયામાં જ શિકાર થતો હતો. એક્ષપોર્ટની પ્રોસેસ કરવા માટે મોકલી આપતા હતા અને વેરાવળ ઉપરાંત શીવરીમાં એક્ષપોર્ટ પ્રોસેસ થયા બાદ તેને હોંગકોંગ તથા સિંગાપોર શીપમેન્ટ રવાના કરવામાં આવતા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pY_v_gAA

📲 Get gujaratnews on Whatsapp 💬