[gujarat] - ‘સંદેશ’ના ઓપરેશન ઓ ‘મા’ની ધારદાર અસર, AMCના હેલ્થ ઓફિસરે નોંધાવી ફરિયાદ

  |   Gujaratnews

‘સંદેશ’ના ઓપરેશન ઓ ‘મા’ની ધારદાર અસર જોવા મળી છે. સરકારે ખુદ ફરિયાદી બની સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. AMCના હેલ્થ ઓફિસરે પણ ફરિયાદ નોંધાવી છે. જેમાં અસારવાના મામલતદારની ખોટી સહી કરી ‘મા’ કાર્ડ મેળવ્યા હતા. તથા વાડજ વિસ્તારના એજન્ટ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

તેમજ દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે હવે જોવું એ રહ્યું કે આ ‘મા’ કાર્ડમાં એજન્ટ પ્રથા કયારે બંધ થશે અને ગરીબોને યોજનાનો યોગ્ય લાભ કયારે મળશે.

ગરીબ પરિવારના સભ્યો ગંભીર બીમારીની સારવાર વિના મૂલ્યે કરાવી શકે તે હેતુથી ગુજરાત સરકારે સૌપ્રથમ બીપીએલ પરિવારો માટે સપ્ટેમ્બર, 2012માં ‘મા’ કાર્ડ યોજના અમલી બનાવી હતી.

યોજના હેઠળ કુટુંબદીઠ વાર્ષિક મહત્તમ બે લાખ સુધીની કેશલેસ સારવાર અપાય છે. તબક્કાવાર આ યોજના મધ્યમવર્ગ માટે પણ અમલી બનાવાઇ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Ym1VWQAA

📲 Get gujaratnews on Whatsapp 💬