[gujarat] - સુરતની સ્કૂલમાં શૉર્ટસર્કિટથી આગ, 50થી વધુ માસૂમ બાળકોનો બચાવ

  |   Gujaratnews

સુરતના વરાછા નજીક એપલ કિડ્સ સ્કૂલમાં ACમાં શૉર્ટસર્કિટ થવાથી આગ લાગી હતી. જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 50થી વધુ બાળકોનું રેસ્ક્યું કર્યું હતું. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, પુણાગામ ખાતે આવેલા કારગીલ ચોકમાં એપલ કિડ્સ સ્કૂલ આવેલી છે. બપોરના સમયે અચાનક ACમાં શોર્ટ સર્કીટ થતા આગ લાગી હતી. જેને લઈને સ્કૂલમાં તેમજ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GidGAQAA

📲 Get gujaratnews on Whatsapp 💬