[gujarat] - સુરતમાં હાર્દિકના ઉપવાસના સમર્થનમાં આગળ આવ્યા વિદ્યાર્થીઓ, કોલેજો સામે કર્યું આવું

  |   Gujaratnews

હાર્દિક પટેલના ઉપવાસનો ધીમો પણ તીખો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે તેના સમર્થનમાં સુરતના વરાછા વિસ્તારની કોલેજોના વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ધારુકા કોલેજ અને અમરોલી કોલેજના લગભગ 150-200 જેટલા વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતરી આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ તરફ અમરોલી કોલેજ બહાર ધરણા કરી ભાજપનો હુરિયો બોલાવતા 5 જેટલા યુવાનોની અટકાયત કરી અમરોલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. જ્યારે ધારુકા કોલેજ બહારથી 3 યુવાનોની અટકાયત બાદ છૂટકારો થયો છે.અમરોલીમાં પાટીદાર નેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર જ શાંતિ જાળવવી રાખવા માંગતી ન હોય એમ કહીં શકાય છે. 13 દિવસથી ખેડૂત અને પાટીદારોની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના સમર્થનમાં આજે સુરતના વિદ્યાર્થી મોટી સંખ્યામાં બહાર આવ્યા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/qejDtAAA

📲 Get gujaratnews on Whatsapp 💬