[gujarat] - સુરત બાદ હાર્દિકના સમર્થનમાં ઉ.ગુ.ના પાટીદારો જોડાયા, શાળા-કોલેજો બંધ રાખી આપ્યો ટેકો
હાર્દિક પટેલનું અનામત આંદોલન ધીમે ધીમે વેગ પકડતું જાય છે. દરરોજ તેને રાજકીય નેતાઓનો સાથ મળી રહ્યો છે. આજે સુરતના વિદ્યાર્થીઓએ સ્વંયભૂ બંધ પાડી હાર્દિક પટેલનું સમર્થન આપ્યું છે. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. હાર્દિકના સમર્થન માટે પાટીદારો હવે રોડ પર ઉતરી આવ્યા છે અને થાળી-વેલણ વગાડીને વિરોધ કરી રહ્યાં છે.
બુધવારે વિસનગર બંધને જોઈએ તેટલો પ્રતિસાદ મળ્યો નહોતો. આજે હાર્દિક પટેલના સમર્થનમાં સતલાસણા, બેચરાજી, પાટણ અને મહેસાણામાં બજાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં બંધ રાખીને સરકાર સામે વિરોધ કર્યો હતો. સતલાસણામાં પાટીદારોએ ધંધો રોજગાર બંધ રાખીને હાર્દિકના અનામત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.
ગઈકાલે રાત્રે મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં રોડ પર પાટીદાર મહિલાઓ થાળી વેલણ લઈને માર્ગો પર ઉતરી આવી હતી. અનેક ગામોની અંદર પાટીદાર મહિલાઓએ ટોપી પહેરીને પુરૂષો અને મહિલાએ રામધૂન બોલાવી હતી. બાદમાં રેલી યોજી હતી.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/c5s_IAAA