[gujarat] - હાર્દિકની આમરણાંત ઉપવાસના 13મા દિવસે તબિયત લથડતા વ્હીલચેરમાં, રૂપાણી દિલ્હી દોડ્યા

  |   Gujaratnews

હાર્દિક પટેલના ઉપવાસના 13માં દિવસે તબિયત વધારે લથડી રહી છે. સતત ઉપવાસને કારણે હાર્દિકની તબિયત એટલી લથડી છે કે હવે તેને ચાલવામાં અને જાતે ઉભા થવામાં પણ તકલીફ પડી રહી છે. ગુરૂવારે સામે આવેલા રિપોર્ટ પ્રમાણે હાર્દિકને ઉપવાસ છાવણીમાંથી વ્હીલચેર પર બેસાડીને બહાર લાવવામાં આવ્યો હતો. હાર્દિકને ઉભા થવામાં પણ મિત્રોની મદદની જરૂર પડી હતી. સતત ઉપવાસને કારણે 12 દિવસમાં હાર્દિક પટેલનું વજન 12 કિલોગ્રામ ઘટી ગયું છે.

આ તરફ હાર્દિકે જળત્યાગની આપી ચીમકી આપી છે. સતત 12 દિવસ સુધી ઉપવાસ બાદ પણ સરકારે હાર્દિક સાથે વાતચીતની પહેલ ન કરતા પાસ તરફથી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સરકાર કોઈ વાતચીત નહીં કરે તો હાર્દિક પટેલ ફરીથી જળનો ત્યાગ કરશે. આ પહેલા પણ હાર્દિક પટેલે જળનો ત્યાગ કર્યો હતો પરંતુ અનેક લોકોની સમજાવટ બાદ હાર્દિક પટેલે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામીના હાથે પાણી પી લીધું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HJRD2AAA

📲 Get gujaratnews on Whatsapp 💬