[gujarat] - હાર્દિકના ઉપવાસ મામલે ખોડલધામના નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

  |   Gujaratnews

હાલ રાજ્યમાં પાટીદાર આંદોલન જોર પકડી રહ્યું છે, તેમાંથી સરકાર કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કરી રહી છે. હાર્દિક પટેલના ઉપવાસનો આજે ગુરુવારે 13મો દિવસ છે. છતાં ભાજપ સરકારમાંથી સમાધાન મુદ્દે કોઇ વલણ આવતું નથી. તે જોઇ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે આજે નરેશ પટેલે એક નિવેનદમાં જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે હું મધ્યસ્થી બનવા તૈયાર છું.

ખોડલધામ સંસ્થાના મોભી નરેશ પટેલને સરકાર મધ્યસ્થી બનાવે તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો જરૂર મધ્યસ્થી બનીશ. તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલે ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદાર સમાજને અનામત આપવા મુદ્દે પ્રતિક ઉપવાસ ચાલું કર્યા છે. જેને લઇ ગુજરાતભરમાં તેને ટેકો મળી રહ્યો છે અને સરકારની ભીંસ વધતી જાય છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/l8JLZwAA

📲 Get gujaratnews on Whatsapp 💬