[gujarat] - હાર્દિકના સમર્થનમાં મહેસાણામાં ટાયરો સળગ્યા, મહિલાઓએ થાળી-વેલણ વગાડી લીધા છાજીયાં

  |   Gujaratnews

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. હાર્દિકના સમર્થન માટે પાટીદારો હવે રોડ પર ઉતરી આવ્યા છે. આજે સિદ્ધપુર-ખેરાલુ હાઈવે પર ટાયરો સળગાવ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. કહોડા ચાર રસ્તા પર ટાયર સળગાવ્યા છે. રસ્તા પર ટાયર સળગાવતા ચક્કાજામના દ્દશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ સિવાય મહિલાઓ પણ થાળી-વેલણ વગાડીને વિરોધ કરી રહ્યાં છે. આજે મહેસાણામાં પાટીદારોએ હાઈવે ઉપર ટાયરો સળગાવીને ચક્કાજામ કરી તેમજ મહિલાઓએ થાળી -વેલણ વગાડી અને છાજીયાં લઈને સરકારનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે ટિંગોટોળી કરીને અટકાયત કરી હતી.

હાર્દિક પટેલને મહેસાણાના ઊંઝામાંથી સમર્થન મળી રહ્યું છે. ઊઁઝાના ઉમિયા માતાના મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ છે અને હાર્દિકના સ્વાસ્થ્ય અંગે રામધૂન કરી રહ્યા છે. અને ભગવાન પાસે હાર્દિકના લાંબા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહી છે. અહીં 300થી વધુ મહિલાઓ રામધૂન કરી રહી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GLYZMgAA

📲 Get gujaratnews on Whatsapp 💬