[gujarat] - હાર્દિક અને ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ-ભાજપ આમને સામને, ધારાસભ્યો CMને મળવા પહોંચ્યા

  |   Gujaratnews

હાર્દિક પટેલનું અનામત આંદોલન ધીમે ધીમે વેગ પકડતું જાય છે. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ અને ખેડૂતાના દેવામાફી પ્રશ્ને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. હાલ ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. આ માટે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ બુધવારે સાંજે પત્ર લખી મુખ્યમંત્રી રૂપાણી પાસે ટાઈમ માંગ્યો હતો.

હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રતિનિધિઓ તેમને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસ હાર્દિકને સમર્થન કરી કંઈક નવાજૂની કરે તેવા એંધાણ મળી રહ્યા છે. કોંગ્રેસે મુલાકાત પહેલા ગાંધીજીની પ્રતિમાને વંદન કર્યા હતા. હાલ કોંગ્રેસના અમુક નેતાઓને જ અંદર પ્રવેશવા દેવાયા છે. સૌ પ્રથમ કોંગ્રેસે સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યો હતો.

સરકારે પણ સ્વર્ણિમ સંકુલમાં પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો છે. હાર્દિકના ઉપવાસ મુદ્દે અને ખેડૂતોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત વેળા કોંગ્રેસ નવાજૂની કરવાના મૂડમાં હોવાથી પત્રકારોને સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો હતો.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-C7MggAA

📲 Get gujaratnews on Whatsapp 💬