[himatnagar] - ઉજેડીયા ત્રણ રસ્તા પાસે હોર્ન વગાડવાના મામલે હુમલો

  |   Himatnagarnews

તલોદના ઉજડીયા ત્રણ રસ્તા નજીક બાઇકનુ હોર્ન વગાડવાના મામલે થયેલ બોલાચાલીની અદાવત રાખી સોમવારે સાંજે બાઇક ચાલકને માર મારતા 5 શખ્સો વિરૂદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ઉજેડીયા ગામના નરેન્દ્રસિંહ જીન્દુસિંહ ઝાલાએ રસ્તામાં જવા દરમિયાન બાઇક હોર્ન વગાડતા થયેલ બોલાચાલીની અદાવત રાખી ગત સોમવારના રોજ સાંજે પાંચેક વાગ્યાના સુમારે વિક્રમસિંહ હરીસિંહ ઝાલા, સંજયસિંહ માનસિંહ ઝાલા, પ્રજ્ઞેશસિંહ જાલમસિંહ ઝાલા, ચીરાગસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા અને આકાશસિંહ નરેન્દ્રસિંહ ઝાલાએ ઉજેડીયા ત્રણ રસ્તા નજીક નરેન્દ્રસિંહ ઝાલાને અપશબ્દો બોલી વિક્રમસિંહ હરીસિંહ ઝાલાએ માથામાં પાઇપ ફટકારી હતી તથા નરેન્દ્રસિંહની સાથેના વનરાજસિંહ હાલુસિંહ ઝાલા વચ્ચે પડતા તેમને પણ પાઇપ ફટકારી હતી.

વિક્રમસિંહ ઝાલાની સાથે આવેલ અન્ય શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો. નરેન્દ્રસિંહની ફરિયાદને પગલે તલોદ પોલીસે તમામ પાંચ જણા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/iFrapwAA

📲 Get Himatnagar News on Whatsapp 💬