[himatnagar] - હિંમતનગર પોલીસ લાઇનમાં કોન્સ્ટેબલનો મહિલા પોલીસકર્મી પર દુષ્કર્મનો પ્રયાસ

  |   Himatnagarnews

હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતેની પોલીસ લાઇનમાં ગત શનિવારે રાત્રે મહિલા પોલીસ કર્મીના યૌન ઉત્પીડનનો પ્રયાસ કરનાર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરુદ્ધ ત્રણ દિવસ બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. ભોગ બનનાર મહિલા પોલીસકર્મી અનૂ.જનજાતિની હોવાથી સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી એસ.સી.એસ.સેલને સોંપવામાં આવી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ગત શનિવારના રોજ રાત્રે પોણા અગિયારેક વાગ્યે અે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીતેન્દ્રસિંહે પોલીસ લાઇનમાં પોતાના ભાઇની સાથે રહેતી મહિલા પોલીસ કર્મીના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મહિલા પોલીસકર્મી જ્યાં સૂઇ રહેલ હતી. તે ખાટલામાં આવી સૂઇ જતા મહિલા પોલીસકર્મી જાગી જતા તેનું મોઢુ દબાવી આબરૂ લેવાની કોશિષ કરતા મહિલાએ બૂમાબૂમ કરતા બાજુમાં નીચે પથારીમાં સૂઈ રહેલ ભાઇ જાગી ગયો હતો અને જીતેન્દ્રસિંહ ઘરમાંથી બહાર નીકળી ગયો હોવા અંગે મહિલા પોલીસકર્મીએ મંગળવારના રોજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીતેન્દ્રસિંહ વિરુદ્ધ આઇપીસી 35 4(એ) 1 તથા અનુ.જનજાતિ સુધારણા અધિનિયમ -2015ની કલમ 3(1) આર.એસ. ડબલ્યુ (1), 3(2) (5 એ) અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TEfPiQAA

📲 Get Himatnagar News on Whatsapp 💬