[himatnagar] - હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને સાબરકાંઠા જિલ્લામાં ઠેરઠેર સમર્થન
ખેડૂતોના દેવા માફી અને અનામત મળી રહે તે માટે છેલ્લા અગિયાર દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલને સાબરકાંઠા જિલ્લામાંથી સમર્થન પ્રાપ્ત થઇ રહ્યુ છે. આંદોલનને વેગવંતુ બનાવવા પાટીદાર ભાઇઓ અને બહેનો દ્વારા થાળી-વેલણ વગાડી વિરોધ વ્યક્ત કરી રામધૂનનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.
હાર્દિક પટેલના છેલ્લા અગિયાર દિવસથી ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલનને વગે આપવા જિલ્લાના હડીયોલ, ગઢોડા, આકોદરા, જાંબુડી, કડોલી, બેરણા, પ્રેમપુર, વિરપુર, સિંગા, ધર્મનગર, સાંતોલ, બોલુન્દ્રા, ઉમેદપુર, માઢવા, એકલારા, ભૂવેલ, ચડાસણા, લીલાપુર, મોવતપુર અને સદાતપુરા ગામના પાટીદાર ભાઇઓ અને બહેનો દ્વારા થાળી-વેલણ વગાડી વિરોધ વ્યક્ત કરી રામધૂનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિવિધ ગામડાઓમાં પાટીદાર સમાજની બહેનોઅે થાળી - વેલણ વગાડી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/184LdgAA