[jamnagar] - જામનગર તાલુકામાં મંડળી દ્રારા બેન્કમાંથી ખેડુતોના નામે કરોડો રૂપિયા

  |   Jamnagarnews

જામનગર તાલુકામાં મંડળી દ્રારા બેન્કમાંથી ખેડુતોના નામે કરોડો રૂપિયા ઉપાડીને કૌભાંડ થયુ હોવાનુ ખુલ્યું છે. જેમાં જીવાપરની મંડળીના ખાતેદારોને નોટીસ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે તપાસ કરતા જણાવ્યુ મંડળીના સંચાલકોએ ખાતેદારોના નામે લોન લઈને કે લોનના પૈસા ન ભરીને કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. જેની ફરી રજુઆત પોલિસને કરવામાં આવી છે. જામનગરના જીવાપરમા આવેલી મંડળીમાં કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોવાનુ ખુલ્યુ છે. અગાઉ આ મુદે પોલિસ ફરીયાદ થઈ હતી અને ફરી ખાતેદારોને બેન્કની નોટીસ મળતા ખાતેદારોના બાકી લેણા રહેતા હોવાની જાણ થઈ છે. મંડળીના સંચાલકો દ્રારા કરોડો રૂપિયાની ઉચાપત થઈ છે.

જીવાપરની સ્વાશ્રય કૃષિ સેવા સહકારી મંડળીના સંચાલકોએ કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાની ખાતેદારો દ્વારા પોલિસને રજુઆત કરવામાં આવી છે. મંડળીના સંચાલકોએ ખાતેદારોના નામે કરોડો રૂપિયાની લોન લીધી હોય તેમજ લીધેલી લોન પરત ન ભરીને આશરે 22 કરોડથી વધુની ઉચાપત કરી છે. એક ખાતેદારને ડીસ્ટ્રીક્ટ બેન્કની બાકી રહેતા લેણાની નોટીસ મળતા મામલો બહાર આવ્યો છે. જેમાં એક બાદ એક ખેડુતો બેન્ક્માં જઈને તપાસ કરતા માલુમ થયુ છે કે ખાતેદારોની જાણ બહાર જ તેમના નામે લોન લેવામાં આવી છે. જે પરત ન ભરીને ઉચાપત કરવામાં આવી છે. જે અંગે પોલિસને જીવાપરના ખેડુતોએ રજુઆત કરી છે. ડીસ્ટ્રીકટ બેન્કમાં આ માત્ર જીવાપર મંડળીની નહી, પરંતુ આ પ્રકારની ચાર જેટલી મંડળીના કુલ 30 કરોડ રૂપિયાની ઉચાપત થઈ છે. જેમાં મંડળીના સંચાલકો દ્રારા કૌંભાડ કરવામાં આવ્યું હોવાનુ ખુલ્લુ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/OeJhagAA

📲 Get Jamnagar News on Whatsapp 💬