[kutchh] - કચ્છમાં પશુધનની હાલત કફોડી, 12 લાખ કિલો ઘાસની સામે માત્ર 5.60 લાખ

  |   Kutchhnews

ભુજ: એક તરફ રાજય સરકાર અને જિલ્લાનું વહિવટીતંત્ર કચ્છને લાખો નહિ કરોડોમાં અંકાય તેટલો ઘાસનો જથ્થો મળતો હોવાનો દાવો કરી રહ્યા છે. પણ દાવાથી વિપરીત સ્થિતી સર્જાતા કચ્છના પશુધનની હાલત અતી કફોડી બની ગઇ છે. સરકારના માપદંડ મુજબ એક પશુને દૈનિક 4 કિલ્લો ઘાસનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની સુચના અપાઇ છે. જોકે અત્યાર સુધીની સ્થિતી ચકાસતાં કયારેક 50 ટકા તો કયારેક તેનાથીય ઓછો જથ્થો મળતાં તંત્રના દાવા પોકળ જ સાબીત થઇ રહ્યા છે.

અત્યાર સુધી 149 ઘાસડેપો કાર્યરત કરી 73811 ઘાસડેપો વિતરીત કરી દેવાયા છે. ઘાસડેપોની સંખ્યા જોતાં પોણા ચાર લાખ પશુઓ રાહતદરે ઘાસનો જથ્થો પહોંચાડવા માટે રજીસ્ટર થઇ ગયા છે. આ પશુઓને દૈનિક 4 કિલ્લ લેખે અત્યાર સુધી 12 લાખ કિલ્લો જેટલો ઘાસનો જથ્થો વિતરીત થયેલ હોવો જોઇએ તેની સામે અત્યાર સુધી 5.60 લાખ અેટલે કે 50 ટકાથીય ઓછો જથ્થો વિતરીત થયાનો આંકડો ખુદ તંત્રનો ચોપડો બોલે છે. ઘાસ વિતરણ વ્યવસ્થામાં વિસંગતતા પણ વ્યાપક પ્રમાણમાં હોય તેમ કેટલાક ઘાસડેપોમાં વધુ તો કેટલાક ઘાસડેપોમાં નહિવત ઘાસનો જથ્થો પહોંચતો હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી રહી છે. તંત્ર માત્ર આંકડાકિય માયાજાળ રચવાના બદલે પશુધનને સરકારી માપદંડ મુજબનો જથ્થો કઇ રીતે પહો઼ચી શકે તેની વ્યવસ્થા કરવી જોઇએ....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hPNI9wAA

📲 Get Kutchh News on Whatsapp 💬