[kutchh] - કેન્સરથી પીડાતી માસુમ પુત્રી સાથે પિતા 3 વર્ષથી કરતો હતો શારીરિક અડપલાં

  |   Kutchhnews

ભુજ: પોતાની હવસ સંતોષવા માટે બ્લડ કેન્સરથી પીડાતી 14 વર્ષની સગીર દીકરીની 3 વર્ષથી જાતીય સતામણી કરતા સગા પિતાને ભુજ બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયો હતો. રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે તેને દબોચી લીધો હતો.

કેન્સરથી પીડાતી પુત્રીને 3 વર્ષથી અડપલાં કરતા હતો

આ કેસમાં પોલીસે 14 વર્ષિય સગીરાનું સીઆરપીસી 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવા નિર્ણય કર્યો છે. અને અ઼ અંગેની કાયદાકિય તજવીજ પણ આદરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ભુજના જેષ્ઠાનગરમાં રહેતી સગીરા સાથે તેનો પિતા છેલ્લાં ત્રણ વર્ષથી જાતીય છેડછાડ અને અડપલાં કરતો હતો.

માતાને જાણ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો

માસુમ પુત્રી મોઢું બંધ રાખી પિતાની હવસખોરી સહન કરતી રહી હતી. બાપની હરકતોથી વાજ આવીને આખરે તેણે સોમવારે પોતાની માતાને આ બાબતની જાણ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સગીરાની માતએ પતિ વિરુધ્ધ પોલીસ મથકે પોક્સો સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવતાં અંતે પોલીસ તંત્ર આ મુદે હરકતમાં આવ્યું હતું.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/R8OYyQAA

📲 Get Kutchh News on Whatsapp 💬